આ પુસ્તક જૈન ધર્મની દૃષ્ટિએ કર્મ, ધર્મ અને આત્માના તત્ત્વને રજુ કરે છે. જૈન ધર્મના મારા અભ્યાસ દરમ્યાન જૈન સાધુઓ સાથે ‘કર્મ’ના વિષય પર અવારનવાર ચર્ચા થતી રહી. તેમાંથી જ આ પુસ્તકનો આવિષ્કાર થયો. આ પુસ્તકની પ્રિન્ટ આચાર્ય પદ્માનંદ મહારાજશ્રીએ વાંચી અને પ્રતિભાવમાં કહ્યું: “વિનોદ, આ પુસ્તકનો વિષય ખૂબ સારો છે. તે લખાયું છે પણ સરસ રીતે. તેની સૌથી સારી વાત એ છે કે તે શ્રાવકોને તો ઉપયોગી થશે જ પરંતુ સાધુ મહારાજોને પણ પોતાનાં પ્રવચનોમાં કામ લાગશે!” ત્યારે મારા મનમાં એક જ ભાવ આવ્યો કે આપણું એ ભાગ્ય ક્યાંથી કે આપણું લખેલું સાધુ ભગવંતોના કામમાં આવે! આ તો જાણે બહુ મોટો ‘ધર્મલાભ’ મળી ગયો! આ પુસ્તકમાં કર્મની વાતો જેટલી ધાર્મિક છે તેટલી જ વૈજ્ઞાનિક છે! તેમાં જો ધાર્મિક અને પૌરાણિક પ્રસંગો છે તો વૈજ્ઞાનિક અને વાસ્તવિક પ્રસંગો પણ છે. તેના દ્વારા વાંચકોની ધાર્મિક શ્રદ્ધાને વાસ્તવિક શ્રદ્ધા સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આશા છે કે આપ સૌને તે કર્મ અને ધર્મની સાચી સમજ આપવાની સાથે કર્મના માર્ગ પરથી ધર્મના માર્ગ તરફ જવા માટે પ્રેરશે.
SELF-HELP / Spiritual
Karmasatta – Dharmasatta – Aatmasatta
₹299.00
By: Vinod Shah ‘Neelraj’
ISBN: 9789366654669
Language: Gujarati
Pages: 224
Format: Paperback
Category: SELF-HELP / Spiritual
Delivery Time: 7-9 Days
Reviews
There are no reviews yet.